Friday, 28 July 2017
Wednesday, 19 July 2017
શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ
ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે, તો ચાલો આજે જાણીયે માં રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ.
શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ
રાંદલ માતાજીને રન્નાદે-સંજ્ઞાદેવી-રાણલદે-રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપગુણના તેજથી પ્રભાવિત થઇ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતી સૂર્યને પોતાની ઇચ્છા – હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઇપણ દેવ કન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે. અદિતી રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઇ જાય છે.
ત્યારે અદિતી દેવી કાંચના પાસે ગયાં અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાનાં પુત્ર આદિત્ય માટે માંગ્યો. અદિતીજીની વાત સાંભળી કાંચના કહે આપના પુત્રની દીનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યાં રહેવું પડે માટે મારી ઈચ્છા નથી. દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણ દેવની સહાયથી કાંચનાદેવીનાં મોભારાનાં નળિયામાંથી રસોઈગૃહની તાવડીઓ તોડી નાખી.આથી કાંચના અદિતી પાસે તાવડી લાવવા ગયાં, ત્યારે અદિતીએ શરત મૂકી કે ‘મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઇશ.’
ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે? આથી તેમણે હા કહી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યાં, રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયાં. ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આખલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા ભીડવી દીધાં કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ. જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલનાં વિવાહ થયાં.
વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનનાં દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દૃષ્ટિ પણ થઇ શકતી ન હતી. પોતાના જ પતિ સામે દૃષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઇ માં રાંદલે પોતાનામાંથી એક બીજુ સ્વરૂપ (છાયા) ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું કારણ કે ‘દીકરી તો સાસરે જ શોભે’, આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ‘ઘોડી’ સ્વરૂપ લઇ પૃથ્વી પર એક પગે ઉભા રહી તપ કરવા માંડયું.
આ તરફ ભગવાન સૂર્ય અને ‘છાયા’ કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે જેના બે સંતાનો થયા. શનિ અને તાપી એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો. જેની વાત શનિ માં ‘છાયા’ને કાને નાખે છે. ‘છાયા’ પોતાના પુત્ર યમને ઠપકો આપે છે જે અન્વયે યમ ક્રોધે ભરાઇ માં ‘છાયા’ ને મારવા દોડે છે. ‘છાયા’ યમના આવા વર્તનથી કોપાયમાન થઇ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મુકીશ કે તુરંત જ તારૂ મૃત્યુ થશે. પોતાનો ઘટના ક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે.
સૂર્ય નારાયણ એવા તારણ પર આવે છે કે ‘માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં’ સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે. ‘છાયા’ પર કોપાઇમાન થઇને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે. ‘છાયા’ સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પરના ‘ઘોડી’ સ્વરૂપે થઇ રહેલા તપ વિશે પણ કહે છે દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઇ ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી પર જાય છે અને માં રાંદલનું તપ ભંગ કરે છે.
અશ્વ (ઘોડો) અને અશ્વિની (ઘોડી)નાં નસ્કોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના સોળે કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રાંદલમાતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે. તે ભૂમિ (સૂર્ય ભગવાને વસાવેલું નગર) ત્યારનું ‘સુરજ’ અને આજનું ‘સુરત’ તે આ દિવ્ય તપોભૂમિ ! ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોનાં સર્જનને તપથી પ્રસન્ન થઇ સૂર્ય વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્ર જન્મ, શ્રીમંત વગેરે જેવા શુભ કાર્યોમાં રાંદલનું સ્થાપન (લોટા તેડવા) કરનારને સુખ, સમૃધ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે. દેવી રાંદલ ‘છાયા’ની હંમેશા બે લોટા તેડાશે – એક અસલ સ્વરૂપે અને બીજું ‘છાયા’ સ્વરૂપે.
આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલથી મોવિયા – વાસાવડ માર્ગે ૩૫ કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાધોધ અવિરત વછૂટે છે. નવરાત્રીમાં દર્શન અલૌકિક અનુભૂતિની ઝલક આપે છે. તો ચાલો જાણીયે આ રાંદલ માતાના દડવાનો ઇતિહાસ.
રાંદલ માતાના દડવાનો ઇતિહાસ.
સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વરતવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ રિધ્ધિ-સિધ્ધિ વરતાય છે. અપંગ, આંધળા, કોઢીયાઓના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનો નિશ્ચય કરે છે. આવા આશયથી માતાજી બાજુનાં ગામ ધૂતારપૂરા નગરના (વાસાવડનાં) બાદશાહના સિપાઇઓ કે જેઓ દૂધ-ઘી હંમેશા આ માલધારીઓ પાસેથી લે છે તેને સોળ વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે.
બાદશાહ પાસે વાત પહોંચતા તરતજ બાદશાહ તેનું કટક લઇ સુંદરીને (માતાજી) લેવા આવે છે. અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે. માતાજી કોપાયમાન થઇ બાજુમાં ઉભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપમાં ફેરવી નાંખે છે. જે આખા દળ – કટકને દળી (નાશ કરે છે) નાંખે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું છે. અચંબિત માલધારીઓ ભાવવિભોર થઇને માતાજીનાં પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિષે જણાવવાનું કહે છે.
રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઇપણ ખરા હૃદયે ભકિત – ઉપાસના કરશે તેના રોગો હરીશ, આંધળાઓને આંખો આપીશ, અપંગોને પગ આપીશ, કોઢીયાઓનો કોઢ મટાડીશ, નિઃસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ. અહીં મંદિરમાં નવરાત્રીમાં યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીનાં લોટા પણ તેડાય છે. શાંતિ યજ્ઞ, ચંડીપાઠ પણ કરવામાં આવે છે ગોરણી પણ જમાડાય છે, બટુક ભોજન થાય છે અને અહીં દરરોજ થાળ ધરાય છે.
દડવા રાંદલધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્યાનુભૂતિ સમાન છે. હાલમાં અહીં સવારે પાંચ વાગ્યે અને સાંજે સાત વાગ્યે આરતી થાય છે. પ્રાચીન પરંપરા જાળવીને આરતી કરવામાં આવે છે. શંખ – ઢોલ – નગારા – ઘંટના દિવ્ય ધ્વનિ સાથે ૩૦ થી ૪૦ મિનિટ સુધી આરતી ચાલે છે. આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપ અતિ તેજથી ઝળહળે છે. આ દર્શનનો લ્હાવો લેવા જેવો છે.
દડવાની દાતાર રાંદલ માતાજીના ભકતો દેશ – વિદેશમાં પથરાયેલા છે. બુદ્ધિ ની હદ પૂરી થાય ત્યાં શ્રધ્ધાના સિમાડા શરૂ થાય છે. રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ બને છે, જે બુદ્ધિથી પર છે. તો બોલો રાંદલ માતની જય.
Thursday, 13 July 2017
Real Story of Bajrangdas Bapa - Bagdana - Bhavnagar - Bapa Sitaram
બજરંગ દાસ બાપાના જીવન નો સત્ય ઘટના નો પ્રસંગ
સંત ના જીવના ના પ્રસંગો કેવા હોય તો જેમ સંત માણહ ની વેદના વાંચી સકે એમ સંત માણહ ને નિર્માલ્ય ન બનાવી સકે પણ માણહ ને મરદાનગી ના રાહ ઉપર ચડાવે એનું નામ પણ સંત કેવાય સત્યઘટના નો પ્રસંગ છે ઈશરદન ગઢવી કે છે.
“બખંડી દુનિયા આ બધી અને જેની બંડી મહિ સમાય પણ એવા
ગુણલા ગણ્યા નો જાય અરે રે ઇ તો બાપાય બજરંગ દાસ ના“
બજરંગ દાસ બાપા ના જીવન નો એક સત્ય ઘટના નો પ્રસંગ છે માણહ ને નિર્માલ્ય ન બનાવે એનું નામ તો સંત કેવાય સંત ના જીવન માં સમર્પણ હોય ,એમના જીવન માં ત્યાગ હોય મરદાનગી ના માર્ગે હાલવાની જે માણહ ને સલાહ આપી એનું નામ તો સંત કેવાય,બજરંગ દાસ બાપુ ના જીવન નો એક સત્ય ઘટના નો પ્રસંગ છે
Lidhi re Vidayu Bagdana Dham ni - Bapa Sitaram Video Song
એક જુવાન બાપુ ની પાહે આવ્યો છે ,આવીને બજરંગ દાસ બાપુ ને વિનંતી કરે છે
બાપુ મારા થી બે ત્રણ ખૂન થાય ગ્યાં છે સમાજ ને તો એની ખબર નથી બાપુ ,પોલિસ ના ચોપડે મારૂ નામ નથી બોલતું પણ હૈયા ઉપર થી હવે ખૂન નો ભાર હળવો નથી થતો બાપુ બીજાને તો ખબર નથી પણ પરમાત્મા અને મારૂ હૈયું જાણે છે બાપુ મે એવું હાંભળું છે કે સંત ના જીવન માં ,સંત ના ચરણ માં આવીને જો પોતાના પાપ ને જો પ્રગટ કરી દે તો ઇ પાપ ધોવાઈ જતાં હોય છે એટલા માટે બાપુ હું મુંબઈ થી ધોડો કરીને અહી ભાવનગર સુધી બગદાણા સુધી લાંબો થયો સુ બાપુ.
તે દિવસે બજરંગ દાસ બાપુ એ માથે હાથ ફેરવી ને એટલું જ કીધું હતું સિતા રામ ના ચરણ માં જે આવી ને બેહે ને એની માથે પાપ નથી રેતા પણ હવે સનમારગે હાલજે ,હવે કોઈ દી ખૂન કરિસ માં ,ખોટા રસ્તે ચડિસ માં તારા પાપ ધોવાઈ જાહે જા.
જુવાને કીધું “બાપુ મારા પાપ ધોવાણા એની મને ખબર કેવી રીતે પડસે”
એ વખતે બજરંગ દાસ બાપા એ કાળો રૂમાલ જુવાન ને કાઢી ને આપ્યો અને કાળો રૂમાલ આપી ને એટલું કીધું કે આ રૂમાલ લઈ ને મુંબઈ વયો જા અને તારા ખિસ્સા માં આ રૂમાલ રાખજે અને આ રૂમાલ સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માંનજે કે તારા પાપ ધોવાઈ ગ્યાં છે જુવાન મુંબઈ ગ્યો અને મુંબઈ જઈ પોતાના નૌકરી ધંધા માં લાગી ગ્યો અને એક દિવસ ચોમાસા ની રાત છે.રાત નામની જનેતાએ પોતાના સંસાર રૂપી તારા ને આંખ માં આંજણ આજીને પોઢાડી દીધા છે આભ માં એકેય તારો દેખાતો નથી એમાં આ બજરંગ દાસ બાપુ નો શિષ્ય બનેલો આ જુવાન મુંબઈ મહાનનગરિ ના ફૂટપાથ ની માલિપા હાલયો જાય છે ને એમાં એક દીકરી ની ચીસ સંભડાની ,બચાવો નો અવાજ આયો
“વાર કરજો ધણી કોઈ હોતો ધણી એવો પ્રજાના સૂર નો થાજે ભેટો પછી
કાળજા વેરતો સાદ જ્યાં સાંભળે પછી કેમ બેહી રહે ઇ ક્ષત્રિય બેટો”
કાળજા વેરતો સાદ જ્યાં સાંભળે પછી કેમ બેહી રહે ઇ ક્ષત્રિય બેટો”
આ તો રાજપૂત નો જુવાન હતો દીકરી ચીસ જ્યાં કાને પડી ઇ દિશા માં એને દોટ મૂકી જોયું તો ચારપાંચ નરપિચાસ છે એ દીકરી ની આબરૂ લેવાનો પ્રયત્ન કરતાં તા ને જુવાન ની કમર ની માલિપા કટાર હતી ઇ કટાર બહાર નીકળી અને એક જણાં ની છાતી ની સોહરી નીકળી જઈ દીકરી ની આબરૂ તો બચી ગઈ પણ બજરંગદાસબાપા ને આપેલું વચન તૂટી ગયું.પછી તો જુવાન મુંબઈ થી ટ્રેન માં બેઠો છે ને ભાવનગર બગદાણા આયો છે બગદાણા આવીને બાપુ ને એટલું કીધું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એક બાજુ રહયી પણ મારાથી એક વધારે ખૂન થઈ ગયું સે તેદી બજરંગ બાપા “એ કીધું તું કે બેટા ખૂન કરવાનું કારણ સુ હતું “.
ત્યારે જુવાન કે છે પારકી બેન દીકરી ની ઇજ્જત લૂટવા વાળા નરપિચસો ને હું જોઈ ન સકયો બાપુ એક દીકરી ની આબરૂ બચાવા માટે મારી કટાર મ્યાન માઠી નિકરી ગઈ એનું મે ખૂન કરી નાખ્યું અને તે દી બગદાણા નો સંત બજરંગ દાસ બાવલીયો એમ કે છે બાપ હવે તારો ઓલો રૂમાલ કાઢ અને રૂમાલ કાઢ્યો ત્યાં તો રૂમાલ સંપૂર્ણ કાળા માથી સફેદ થઈ ગ્યો હતો દીકરીયો ની જે આબરૂ બચાવા માટે જે ખૂન કરે ને એને ઓલા કરેલા ખૂન ન પાપ ધોવાઈ જાય છે એનું નામ તો સંત કેવાય ભારત વર્ષ ના યુવાનો ને મરદાનગી ન માર્ગે ચડાવી એનું નામ તો સાધુ કેવાય સંત કેવાય આવી તો ઘણી ઘટના છે

જય બજરંગ દાસ બાપા
Friday, 7 July 2017
Tuesday, 4 July 2017
The Perfect - InPerfect Business Men
દરેક પતિ-પત્ની એ વાંચવા જેવી વાત
લેખક - વિનોદ ત્રિવેદી (વિકી 'ઉપેક્ષિત')
" હલ્લો પતિદેવ..... તમે જગ્યા હો તો હવે ચા મુકું?" શ્રીદેવીનો ખળખળ ઝરણાં જેવો મીઠો અવાજ બારણે થી બેડ ઉપર સુતેલા વિરાટ ના કાનમા સંભળાયો એના હોઠ ઉપર એક સ્મિત ફરી વળ્યું.....
" હા ડાર્લિંગ. બસ બે મિનિટમા બ્રશ કરીને નહાઈ ને આવ્યો...." બંધ આંખે જ વિરાટ બોલ્યો.....
"ભલે....." કહી શ્રીદેવી કિચન તરફ ગઈ.
" હા ડાર્લિંગ. બસ બે મિનિટમા બ્રશ કરીને નહાઈ ને આવ્યો...." બંધ આંખે જ વિરાટ બોલ્યો.....
"ભલે....." કહી શ્રીદેવી કિચન તરફ ગઈ.
ગઈ કાલની રાત્રી મીંટિંગમા વિરાટને છેક બે વાગ્યે ઘરે આવવાનો સમય મળ્યો હતો. એટલે આજે એ મોડા સુધી ઊંઘયો હતો.
" આને દો આપકી ચાય......" આયના મા ટુવાલથી માથું લૂછતો વિરાટ બોલ્યો."
" જી હાજીર હે....." પાછળ ઉભેલી શ્રીદેવીના ચહેરા ઉપરનું સ્મિત આયના માં વિરાટ જોઈ રહ્યો. કેટલી સુંદરતા હતી એ ચહેરામાં નર્યું રૂપ નીતરતું મોઢું.........
" હવે લેશો કે....!"
" હ હા....." ઝબકીને વિરાટ ફર્યો.
પતિ પત્ની ને સાથે ચા પીવાની રસમ પુરી થઈ પછી. વિરાટ શૂટ પહેરી લેપટોપ બેગ લઈને નીકળ્યો. બહાર સફેદ વસ્ત્રોમાં સજ્જ ડ્રાઇવર મરસડીઝ પાસે તૈયાર જ ઉભો હતો.
"ગુડ મોર્નિંગ સર....." વિરાટ પાસે આવ્યો એટલે એ હસીને બોલ્યો.
"વેરી ગુડ મોર્નિંગ." વિરાટ પણ એટલાજ સદા સરળ સ્મિત સાથે બોલ્યો.
વિરાટ એના પૈસા એના રુતબાની કોઈ અસર એના જીવન ઉપર વર્તન ઉપર ક્યારેય આવવા દેતો નઈ એ ડ્રાઇવર થી લઇ પોતાની કંપની 'ધ ઇન્ડિયન ક્લોથ્સ' ના મેનેજર, સી.એ., સી.એસ,સેક્રેટરી અને અન્ય કંપનીના મેનેજીંગ ડિરેક્ટર્સ સાથે એક જ ભાષામાં વાત કરતો.
વિરાટ ની કંપની ની હેડ ઓફીસ અંધેરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મા હતી.
ગાડી કંપનીની હેડ ઓફીસ આગળ ઉભી રહી. વિરાટ અંદર ગયો.
"ગુડ મોર્નિંગ સર...." ના રોજના અવજોને "વેરી ગુડ મોર્નિંગ ના મીઠા સ્વર થી શાંત કરી દીધા અને ઓફિસમાં ગોઠવાઈ ગયો. મુંબઈની ટ્રાફિકમાં મરસડીઝ મા પણ માણસ કંટાળી જાય. એને નિરાંતનો એક હાશકારો કર્યો અને એની ચેરમાં લંબાવ્યું. પછી કાંઈક યાદ આવ્યું કંઈક ખૂટે છે નઇ? જાતેજ પ્રસન્ન કરી ઇન્ટરકોમ ફોનમા સેક્રેટરી રૂમનો નંબર ડાયલ કર્યો....
"ગુડ મોર્નિંગ સર "
" વેરી ગુડ મોર્નિંગ મોના. બટ વેર ઈઝ ન્યૂઝ પેપર?"
" ઓહ સોરી સર. મને એમ કે આજે તમે લેટ આવશો એટલે મેં વાંચવા લીધું હતું." કહી ફોન મૂકી દીધો.
વિરાટે લેપટોપ ટેબલ પર ગોઠવ્યું. એ.સી. ની ઠંડક વધી ગઈ હતી. રિમોટ લઈ લૉ કર્યું.
તરત જ મોના અંદર આવી છાપું મૂક્યું. " સોરી સર...."
"અરે એમાં તે કઈ સોરી હોય.....!" બંને હસી પડ્યા.
" સર હું જઈને ચા નું કહું.." કહી મોના એના મટકા લેતી ચેમ્બરમાં ચાલી ગઈ.
વિરાટે છાપામા નજર કરી. પહેલા જ પાને કોઈ અવસાન નોંધ હતી. છાપામાં પહેલા પાને અવસાન નોંધ હતી એટલે કોઈ અમીર ઘરાના ની વ્યક્તિ જ મૃત્યુ પામી હશે એતો નક્કી થઈ જ ગયું.
વિરાટે નજર ફેરવી નીચેના ભાગે સિત્તેર વર્ષના બા નો ફોટો હતો. નીચે મોટા અક્ષરોમાં વંચાતું હતું
" બેસણું.....
સ્વ. ઋજુલબેન વીરભદ્ર ચતુર્વેદી.
સ્વ. તા. 6-4-2017, ગુરુવાર.
જીવન જીવ્યા માત્ર અમારા માટે જ તમે બધા જ સંબંધો નિભાવી ગયા, અમારા જેવા મણકાઓ માટે તમે દોરો બનીને અમને જાળવી રાખનાર તમે અમારાથી ક્યારેય નઈ ભુલાઓ..... ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાથના....
10-4-2017 ના રોજ સમાજની વાડીમાં."
આગળ ઘણુંય લખેલું હતું. સમાચાર ની હેડ લાઇન પણ હતી ' પ્રખ્યાત બિઝનેસમેન ની માતાનું દુઃખદ અવસાન.....'

પણ મણકા અને દોરો શબ્દ વિરાટને ઊંડાણ મા ખેંચી ગયો.. વિરાટ આઠ વર્ષનો હતો ત્યારે એની મમ્મી કુશુમબહેન સંસાર છોડી ગયા હતા. વિરાટના પપ્પા વિનયકાન્ત એક બિઝનેસમેન હતા. એમના બિઝનેસમાં એટલા વ્યસ્ત રહેતા કે જો દાદી ન હોત તો એ માં ના મૃત્યુ પછી અનાથ જ બની ગયો હોત. વિરાટ ના પપ્પા એ બીજા લગન પણ કર્યા હતા. વિરાટ માટે એમને નોકરો ગોઠવી દીધા હતા. વિરાટ ના ખાવા , પીવા, રમવા, ફરવા, ભણવા માટે બધી વાતે એને નોકરો જ ઉછેરતા. વીશાળ ઘર, શાળાએ જવા એક ગાડી અને ડ્રાઇવર વિરાટ માટે અલાયદો. પણ એથી શુ વળવાનું હતું.....? માં ...... માં ની જગ્યા એ પૈસાના ચાકર લઈ શકે?
એ વીશાળ ઘર, માં ના ગયા પછી વિરાટ ના ખીલખીલાટને તરસતું જ રહી ગયું.... વિરાટ સાવકી માં થી દુર જ રહેતો. હા બસ એક દાદી એને માં ની નજર થી જોઈ એને વહાલ વરસાવતી.... અને વિરાટ પણ એ માં વગરના ભેંકાર બંગલામાં આઠ માંથી સત્તર વર્ષનો એક દાદીના લીધે જ તો થઈ શક્યો હતો. પણ વિસ વર્ષના થયા પછી વિરાટને એ ઘર ભરખી જાવા લાગ્યું હતું. બાપ માટે અણગમો તો એજ દિવસે થઈ ગયો હતો જે દિવસે એ માણસે બીજા લગન કર્યા હતા. પણ સમજતો થયા પછી વિરાટને દાદી પણ સમજાવી નહોતી શકી.
"બેટા જેવો છે એવો પણ તારો બાપ છે તારે એમ ન કરાય...."
" હા દાદી તું મારી દાદી છે પણ પહેલા એ માણસ ની માં છે તું તને એ સાચો તો લાગવાનો જ ને.... "
" બેટા મન થાય તો મને ગાળો બોલિલે પણ તું આમ ઘરમાં મૂંગો ઓશિયાળો મત રે મારુ અંતર તને દેખીને રડે છે."
" દાદી તમે પણ ગુનેગાર તો છો જ .... સારા સંસ્કાર આપ્યા હોટ તો વિનયકાન્ત પણ વીરભદ્ર જેવા બનોત ને..."
" ખરું કહયું તે ગુનેગાર તો હું છું જ અને બદનસીબ પણ છું કે આ દિવસ જોવા જીવતી છુ નઈ તો તારા દાદાની જેમ ક્યારની આ સંસાર માંથી છુટી ગઈ હોત..." દાદી કડવું હસીને બોલ્યા "સંસ્કાર મારે આપવાના હતા દીકરા પણ લેવાના તો એને હતાને... તનેય 12 વર્ષ તો મેં મોટો કર્યોને. પણ તે મારા સંસ્કાર લીધા અને વિનયે ન લીધા." દાદીએ એક નિશાશો નાખ્યો....
વિરાટ કાઈ બોલ્યા વગર ચાલ્યો ગયો હતો. એ દિવસે વિરાટના મનમાં ખૂબ જ રોષ હતો. રાતે વિરાટે એક ચિઠ્ઠી લખી, દાદીના ચશ્માંની દાબડી મા મૂકી અને પહેરેલા કપડે ઘર છોડીને નીકળી ગયો હતો. પછી એણે મિત્રોની મદદ થી કાપડનો નાનો બિઝનેસ શરૂ કર્યો અને બાપની એક પાઇ વગર જ એને આ કંપની સુધીની સફર ખેડી હતી. શ્રીદેવી એને આ સફર ની શરૂઆતમાં જ મળી હતી. એક એક તકલીફ સામે શ્રીદેવીએ એને સાથ આપ્યો હતો. ઘણીવાર એ એને પૂછતી
" આપણે લગન મા તો પપ્પાને બોલાવીશું ને....?" શ્રીદેવીએ પૂછ્યું.....
" ના એ માણસ મારા જીવન મા ક્યાય ન જોઈએ મને...."
" સર ...."
"સર......ચા ...."
વિરાટ ઝબકીને મોના સામે તાકી રહ્યો.
" સર શુ થયું?... " મોના એ વિરાટનો એવો ચહેરો ક્યારેય જોયો ન હતો.
" કઈ નહીં. મોના ચા તું જ પી લે મને મૂડ નથી...." કહી વિરાટ કેલેન્ડર તરફ નજર કરી..... " હે આજે 10 તારીખ છે?" એ બબડયો...
મોના મૂંઝાઈને એને જોઈ રહી.
" સર ઈઝ એવેરીથીંગ ઓકે....?"
" હે... હા " કાંડા ઘડિયાળ મા નજર કરતા બોલ્યો " 10 વાગી ગયા. હું મોડો પડીશ ચોક્કસ..."
" હા સર 10 વાગ્યા છે. પણ સર આજે કોઈ મિટિંગ નથી." મોના એ નવાઈ થી કહ્યું..
" મોના આજે જ ખરી મિટિંગ છે....." ન સમજાય એવું અસ્પસ્ટ વાક્ય કહી વિરાટ ઉતાવળા પગલે બહાર નીકળી ગયો.
મોના ને એ દિવસે ખરેખર ડાઘાઈને ત્યાં જ વિચારોમાં પડી ગઈ કારણ કે એને બિચારીને કઇ ખબર જ ન હતી.....
વિરાટે મુંબઈની સડકો ઉપર મારસડીઝ જાતે જ હંકારી હતી.... ના મારી મૂકી હતી.... જડપથી ઘરે ગયો...
"શ્રી....ક્યાં છો તું....." શ્રીદેવીને બુમ પાડી.
" સર બેન બા તો બહાર ગયા છે. "
" ક્યાં...."
" એતો ખબર નથી...."
વિરાટ પાસે વધુ પૂછપરછ કરવાનો સમય ન હતો... અંદર જઇ કપડાં બદલીને એ ઝડપ થી ગાડી લઇ નીકળી પડ્યો. છેક ચતુર્વેદી બ્રાહ્મણ વાડી સુધી ગાડીએ ક્યાંય બ્રેક નહોતી લીધી. બ્રાહ્મણ વાડી પહોંચી વિરાટ ઉતર્યો. હજારોના ટોળામા એ વાડીમા ગયો.
" વિરાટ સર તમે...." ટોળા માંથી કોઈનો અવાજ આવ્યો.
પણ આજે કાઈ જ જવાબ આપ્યા વગર એ આગળ જાવા લાગ્યો. સફેદ વસ્ત્રોમાં બધા નજીકના સગાઓ બેઠા હતા. પણ એમાં વિરાટને કોઈની જરૂર નહતી... એ સીધો જ જઈને ખુરશીમા ગોઠવેલા ફોટા પાસે બેસી ગયો.....
એજ ચહેરો. એજ વહાલ જાણે તસ્વીરમાંથી ખરતું હતું.
" દાદી......." કહી એ રડી પડ્યો....
વિરાટ ત્યાં પહોંચ્યો એ પહેલાં શ્રીદેવી પણ છાપું વાંચીને ત્યાં પહોંચી ગઇ હતી..... એ દિવસે વિરાટ ખૂબ રડ્યો હતો. શ્રીદેવી અને બીજા લોકોએ એને માંડ છાનો રાખ્યો હતો.
બાકીના દિવસો ની વિધિ વિનયકાન્ત ચતુર્વેદીના બંગલા ઉપર વિરાટે ખડે પગે કરી હતી. વિરાટ ગરીબો , ગાયો અને અનાથ આશ્રમ માટે 30 લાખ રૂપિયા દાન પોતાની રીતે કર્યું. 12 દિવસની રીત રિવાજો પુરા થયા પછી વિરાટ અસ્થિની મટકી લઈ શ્રીદેવી સાથે પોતાના ઘરે નીકળ્યો. દરવાજે પહોંચતા જ અવાજ આવ્યો.
" બેટા...... " શબ્દો કાને પડ્યા. વિરાટ એ અવાજ ને ઓળખતો જ હતો પણ આ વિનયકાન્ત ના શબ્દો મા આજે નરમાશ કેમ હતી....? એને જરા નવાઈ લાગી... પાછળ ફરીને જોયું ..
"બેટા હવે તું મત જા..." હાથ જોડીને વિનયકાન્ત એની સામે ખડા હતા.
" એ શક્ય નથી. અને હા આ 'બેટા' શબ્દ કહી શકે એવી છેલ્લી વ્યક્તિ માટે જ હું અહી આવ્યો હતો તમારા માટે નઇ વિનયકાન્ત ચતુર્વેદી....." એના ચહેરા પર નફરત સપસ્ટ દેખાતી હતી.
" પણ વિરાટ મારા માટે તારી આ નફરત ભલે રઇ પણ આ તારા પપ્પા તો ....." સુજલબેન બોલ્યા.
" મેં તમને ક્યારેય નફરત નથી કરી." ટૂંક મા જ વિરાટ એમને અટકાવીને બોલ્યો..
શ્રીદેવી એને એક પણ શબ્દ બોલ્યા વગર જોઈ રહી. એ કઈ બોલી નહીં કેમ કે એને મનાવવા માટે એ હજારો કોશિશ કરી ચુકી હતી...."
" તો આ બધા પૈસા, બંગલા, ગાડીઓ.... આ બધું કોનું હવે? મારી કુખે તો બાળક થયું નથી...." સુજલબેન ગળગળા થઈ ગયા.
" એ બધું દાન કરીને દેજો. "
" હું સાવકી માં છુ મને નફરત કરે તો હું સહી લઇશ વિરાટ પણ સગ્ગા બાપને તો....."
" દીકરા હું તને હાથ જોડું...." વિનયકાન્ત પત્નીનું વાક્ય પૂરું થાય એ પહેલાં બોલ્યા...
વિનયકાન્ત આગળ બોલે એ પહેલા જ વિરાટ જુસ્સામાં બોલ્યો " મારે એક શબ્દ પણ નથી સાંભળવો તમારો. આટલી વાત તમે ક્યારેય મારી સાથે મારા બાળપણ મા કરી હતી? તમને બસ તમારા દુષમનો થી મોટા બિઝનેસમેન બનવાની જ પડી હતી. અને દેખાડો કરવા માટે જ તમે બીજા લગન કર્યા હતા મી. વિનયકાન્ત ચતુર્વેદી તમે એ ભૂલી ગયા હતા કે તમારે આઠ વર્ષ નો છોકરો છે. ત્યારે તમને એ સવાલ નહોતો થયો કે મારી પ્રોપર્ટી મારા પૈસા માટે વારસદાર છે જ તો મારે હવે લગન ની શી જરૂર છે......" જીવન ભર અંદર સંઘરીને રાખેલું બધું જ વિરાટ એકજ શ્વાસે બોલી ગયો.....
વિનયકાન્ત કે એમની પત્ની કાઈ બોલી ન શક્યા.... શુ બોલે..... એમની ખુદની કોર્ટ હતી એમનો ખુદનો જ વકીલ અને ખુદ જ ગુનેગાર હતા.........
વિરાટ ની આંખોમાથી ગુસ્સા સાથે વેદના પણ બહાર આવી હતી.... શ્રીદેવીએ એનો હાથ પકડી કહ્યું " બસ કરો હવે ચાલો...." અને પછી વિનયકાન્ત પાસે જઈને કહ્યું... " એ દિલમાં હવે તમે નઈ આવી શકો મને માફ કરજો પણ હું એને ચડાવતી નથી તમે મારા પિતા સમાન છો એટલે હકીકત કહું છું મેં એને હજાર વાર સમજાયો છે."
" ભલે દીકરા ....." વિનયકાન્ત ચતુર્વેદી બસ એટલું જ બોલી શક્યા....
" અને હા તમે મારી સાવકી માં તો ત્યારે થયા જ્યારે આ માણસ મારો સાવકો બાપ થયો હતો......." કહી વિરાટ શ્રીદેવી ને લઈને દરવાજા બહાર નીકળી ગયો.....
વિરાટ અને શ્રીદેવી નીકળ્યા ત્યાં સુધી એમને પતિ પત્ની એ જોયા. વિનયકાંતે વીશાળ બાંગ્લા પર અને એના પર કંડારેલા " શ્રીમાન વિનયકાન્ત ચતુર્વેદી નિવાસ" ઉપર એક નજર કરી અને જોઈ રહ્યા........

Sunday, 2 July 2017
Chhodya Dadane Chhodi Deliyo Lagna Geet with Lyrics
જયારે વહાલી દીકરી લગ્ન ના માંડવે થી વિદાય લઇ રહી છે તે સમયે ગવાતું ગુજરાતી લગ્નગીત
Emotional Song from Super hit Gujarati movie Desh Re Joya Dada Pardes Joya : Hiten Kumar, Roma Manek
Chhodya dadane chhodi deliyu re,
Chhodi halya sneha bhino saath,
Tame ekvar radhaben piyare padharjo re,
Chhodya...
Chhodya bandav ne chhodi bendi re,
Chhodi halya bhojayo no sath,
Tame ekvar radhaben piyare padharjo re,
Chhodya...
Piyu sangathe rehjo prem thi re,
Prem ma prabhu no hoy vas re,
Tame ekvar radhaben piyare padharjo re,
Chhodya...
Subscribe to:
Posts (Atom)